Google — Year In Search 2021

Google — Year In Search 2021

SUBTITLE'S INFO:

Language: Gujarati

Type: Human

Number of phrases: 51

Number of words: 556

Number of symbols: 2812

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:00
["આ વર્ષે પહેલા કરતા વધુ"] [એક રીફ્લેક્ટીવ પિયાનો તાર ફરી શરૂ થવા લાગે છે] [“દુનિયાએ આ વર્ષે પહેલા કરતાં વધુ શોધ કરી છે”] [એક મહિલા કંટાળીને બોલી રહી છે] આ વર્ષ મારા માટે અત્યંત પડકારજનક રહ્યું છે. ["કેવી રીતે સ્વસ્થ થવું" સ્પેનિશમાં] ["કેવી રીતે સ્વસ્થ થવું" ઈન્ડોનેશિયનમાં] ["કેવી રીતે સ્વસ્થ થવું" રશિયનમાં] હું ભાંગી ચૂક્યો છું. ["કેવી રીતે સ્વસ્થ થવું"] ["સ્વસ્થ થવું"] અને હું સ્વસ્થ થઈ રહી છું. ["કોઈને સન્માન કેવી રીતે આપવું"] [બ્રિટિશ મહિલાનો અવાજ] હું અહીં સ્મારક દિવાલ પર છું. ["કોઈને સન્માન કેવી રીતે આપવું"] હું મારી મમ્મીની યાદમાં કંઈક કરવા માંગતી હતી. ["શું બીજું એક લોકડાઉન લાગશે"] [એક સ્ત્રી બોલી રહી છે] કેટલાક કારણસર મને, ચિંતા છે. દેખીતી રીતે તે અત્યારે જે ચાલી રહ્યું છે તેની સાથે સામાન્ય છે. ["તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી"] [નાઓમી ઓસાકા બોલી રહી છે] મને લાગે છે કે હું થોડો સમય માટે વિરામ લઈશ. [આઇઝેક ફ્રેર બોલી રહ્યા છે] તમે તેમાંથી બહાર આવી શકો છો. અને જો તમે તેમાંથી બહાર આવી શકો છો, ["મજબુત કેવી રીતે રહેવું"] બીજી તરફ એક મોટો પુરસ્કાર છે. [“હું મારી રસી ક્યારે મેળવી શકું છું”] [પુરૂષનો અવાજ] અન્ય કોઈની જેમ જ, મારા સમુદાયને બચાવવા માટે હું મારી નાની ભુમિકા ભજવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. [સ્ત્રીનો અવાજ] સ્વાગત છે! [“કેવી રીતે બહાર આવવું”] [પુરૂષનો અવાજ] આપણે પાછું ખોલી રહ્યા છીએ તેનાથી હું ખરેખર ઉત્સાહિત છું. અને હું મારા માસ્કની અંદર હસું છું! [સ્પોર્ટ્સ એનાઉન્સરનો અવાજ] દિવસના અદભુત દ્રશ્યો ["કેવી રીતે પાછા ફરવું"] ચાહકો ફરી પાછા આવ્યા. [લિન-મેન્યુઅલ મિરાન્ડા બોલી રહ્યા છે] થિયેટરમાં ફરી સ્વાગત છે! [ભીડ ચીચીયારી કરી રહી છે] [બિલી ઈલિશ બોલી રહી છે] હેલો, ઘણા સમય પછી મળ્યા! [ભીડ ચીચીયારી કરી રહી છે] ["તમે જેવા છો તેવા કેવી રીતે રહેવું"] [ઇલિયોટ પેજ બોલી રહ્યા છે] તમે તમને પોતાને અરીસામાં જોઈ રહ્યાં છો, અને તમે બોલી ઉઠો છો, "બસ આ જ. હું જ છું." [“મારો આશય શું છે”] [માઈકલ કે. વિલિયમ્સ બોલી રહ્યા છે] તમારી રીતે શ્રેષ્ઠ કરો. કદી, કદી, કદી સપના જોવાનું બંધ ન કરો.
01:06
મને તેની પરવા નથી તેઓ તમને શું કહે છે. [પ્રેક્ષકો તાળીઓનો ગડગડાટ કરી મૂકે છે] [સંગીત વિરામ લેવા માટે ધીમું પડી જાય છે] [જજ પીટર એ. કાહિલ બોલી રહ્યા છે] ...અમને આપવામાં આવેલા અધિકારો મુજબ જ્યુરીના અમે ત્રણ સભ્યો ["કેવી રીતે આગળ વધવું"] પ્રતિવાદીને દોષિત ઠેરવીએ છીએ. [ઓલિવિયા રોડ્રિગોનું "ડ્રાઈવર્સ લાયસન્સ" શરૂ થાય છે] [“એશિયનને નફરત કરવાનું બંધ કરો”] [સેન્ડ્રા ઓહ બોલી રહી છે મને એશિયન હોવાનું ગૌરવ છે. [ભીડ ચીચીયારી કરી રહી છે] [“મારા અવાજનો ઉપયોગ કેવી રીતે કરવો”] [બ્રિયાના ફ્રુએન બોલી રહી છે] અમે હારી નથી રહ્યાં, અમે લડી રહ્યા છીએ. [“આપણી પૃથ્વીને કેવી રીતે બચાવવી”] [વેનેસા નકાટે બોલી રહી છે] આપણે જળવાયુ અન્યાય અંગે ચૂપ બેસી શકતા નથી. કોઈપણ ક્રિયા નાની નથી. ["તમારા સમુદાયને મદદ કરવાની રીતો"] [પુરૂષનો અવાજ] બસ આપણે ફક્ત એક સમુદાય તરીકે સાથે જોડાવાનું છે, અને લોકોને તેમના જીવનમાં પાછા લાવવાના છે. ["હું મારા પરિવારને ક્યારે મળી શકું છું"] [આંખોમાં આંસુ સાથે બોલી રહી છે] મારો પુત્ર. [હસી રહી છે અને ખુશીથી રડી રહી છે] [અમાન્ડા ગોર્મન બોલી રહી છે] અમે વ્યથિત હતા તેમ છતાં અમે પ્રગતિ કરી. ["કેવી રીતે આશાવાદી બનવું"] અમને દુઃખ થયું હતું તેમ છતાં પણ અમને આશા હતી. અમે થાકેલા હોવા છતાં પણ અમે પ્રયાસ કર્યો. આપણે હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીશું, વિજયી બનશું. [“ફરીથી મજબૂત બનવા માટે સંઘર્ષ કરતાં દરેક લોકો માટે”] [સંગીત ધીમે ધીમે બંધ થવા લાગે છે] ["સર્ચ ચાલુ રાખો."] [સંગીત ધીમેથી બંધ થાય છે]

DOWNLOAD SUBTITLES: